મેઘરાજાની અમીવર્ષા વચ્ચે પ્રથમ જ્યોતિ‹લગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં શ્રાવણ માસનો શુભ પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વરસાદી માહોલ વચ્ચે હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોના જયઘોષ તથા “હર હર મહાદેવ”ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન દેશભર માંથી મોટી સંખ્યામાં યાત્રિકો સોમનાથ દર્શનાર્થે પહોંચવાના હોવાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વરસાદને ધ્યાનમાં રાખીને સમગ્ર યાત્રિક માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવવામાં આવ્યા છે, જેથી દર્શન માટે આવતા ભક્તોને વરસાદથી રક્ષણ મળી શકે અને તેઓ સરળતાથી મંદિર પરિસરમાં અવરજવર કરી શકે.યાત્રિકોની સુવિધા માટે પૂજા વિધિ કાઉન્ટર, જૂતા ઘર, પ્રવેશ કેબિન સહિતની વિવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભીડ નિયંત્રણ માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટતી માનવમેદનીને કોઈ મુશ્કેલી ન પડે.શ્રાવણના પ્રથમ દિવસે વરસાદી વાતાવરણ વચ્ચે પણ સોમનાથ ધામમાં ભÂક્ત અને આસ્થાનો અનોખો માહોલ જાવા મળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશ-વિદેશથી આવતા શિવભક્તોને સુવિધાસભર અને સુખદ દર્શન કરાવવાની સાથે ઉત્તમ આતિથ્ય આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.