સાવરકુંડલાની શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં નવપ્રવેશિત વિદ્યાર્થીનીઓ માટે ‘વેલકમ ડે’ યોજાયો હતો. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહિત હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરણાઈના સૂર સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યકારી આચાર્ય ડી.એલ. ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેરણાદાયી વક્તવ્યો યોજાયા હતા. મહેશભાઈ કસવાળાએ નારી સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું હતું. અંતે વિદ્યાર્થીનીઓને ઇનામો આપી આભારવિધિ કરાઈ હતી.






































