બગસરા આદપુર રોડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦૦ બોટલ ઝડપાઈ હતી. મનીષ રમેશભાઇ રાબડીયા (ઉ.વ.૨૭) અને જયદીપ ઉર્ફે ગુડીયો પ્રવીણભાઇ કામળીયા (ઉ.વ.૩૨) પાસેથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦૦ બોટલ મળી આવી હતી. તેમણે આ મુદ્દામાલ તેજસ શૈલેષભાઇ ધાંધીયા પાસેથી ખરીદ્યાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ. ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. ખાંભાના પચપચીયા ગામે રામજી મંદિર પાસેથી એક યુવક દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. મોટા માણસા ગામેથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી પાંચ ઈસમો નશાની હાલતમાં ફરતા મળી આવ્યા હતા.





































