વસ્ત્રાપુર પોલીસે દારૂ કેસમાં એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસ કર્મચારી અશોક ચૌધરીની બિનવારસી મળી આવેલ દારૂ કેસમાં નામ ખુલતા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો અને બીજા કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસ ગિરફતમાં આવેલ આ વ્યÂક્ત પણ પોતે પોલીસ કર્મચારી છે. પોલીસ કર્મચારી અશોક ચૌધરીને એવું હતું કે પોલીસમાં હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી નહીં થાય પણ વ†ાપુર પોલીસે કાયદાનો પાઠ ભણાવી દીધો અને હવે પસ્તાવાનો વારો આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીની કારમાંથી ૧ લાખનો દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તપાસ દરમિયાન તેની સંડોવણી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે ગત ૫ ઓગસ્ટના રોજ વ†ાપુર વિસ્તારમાં આવેલ જીવનદીપ સર્કલ પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બિનવારસી કાર જાવા મળી હતી અને જેમાં બ્લેક ફિલ્મ હોવાથી પોલીસને શંકા ગઈ હતી અને ગાડીમાં તપાસ કરતા ૧ લાખથી વધુનો દારૂ હતો. જેથી પોલીસે ગાડી માલિક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને સૌથી પહેલા ગત ૮ ઓગસ્ટના રોજ ચિરાગ ચૌધરીની ધરપકડ કરવામાં આવેલ અને તેને જણાવ્યું કે આ ગાડી પોલીસ કોન્સ્ટેબલ અશોકની છે અને જેના કહેવાથી રાજસ્થાનથી દારૂ લઈ ને આવ્યો હતો જેથી પોલીસે અશોક ચૌધરીની ધરપકડ કરી છે.નોંધનીય છે કે પોલીસ કર્મચારી અશોક ૨૦૧૨ની બેચનો પોલીસ છે અને હાલ કંટ્રોલમાં ફરજ બજાવે છે. ત્યારે સવાલ એ છે કે તેને અગાઉ આ પ્રકારે દારૂ લાવીને કોઈને આપ્યો છે કે કેમ અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.