અમરેલી શહેર યુવા મોરચાના નવનિયુક્ત હોદેદારોની નિમણૂક થતાં નવનિયુક્ત પ્રમુખ આકાશ જોશી તથા મહામંત્રી શ્રી સ્મિત લાખાણી અને શ્રી આશિષ કોટેચાએ રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રીઓ રાજુભાઈ ભૂતૈયા, ચેતનભાઈ શિયાળ તથા મયુરભાઈ માંજરીયા, ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ ધોરાજીયા તથા ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, જિલ્લા મંત્રી બ્રિજેશભાઈ કુરુન્દલે અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ ધાનાણી સહિતના આગેવાનોની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.