અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે ચેતનભાઈ છનાભાઈ સોલંકી (ઉં.વ.૩૪)એ નવાજભાઈ શબ્બીરભાઈ કાજી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ડુંગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલ ખાતે હતા. તેઓ અમરેલી જિલ્લા જેલના અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા કે, “મારી બેરેકમાં રહેતો આરોપી રાત્રે ભૂંડાબોલી ગાળો બોલે છે અને તોફાન કરે છે.” તે દરમિયાન આરોપીએ તેમને કહ્યું કે, “મારી શું રજૂઆત કરવા ગયો હતો?” તેમ કહીને ભૂંડાબોલી ગાળો આપવા લાગ્યો હતો. તેમજ માથાના અને કાનના ઉપરના ભાગે ઝાપટ મારીને “જો તું હવે પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ. એન. વી. લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































