વેરાવળ તાલુકાના સરસવા ગામે નવનિર્માણ પામેલી આંગણવાડીનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગામના બાળકોના શિક્ષણ અને પોષણ માટે નવી આંગણવાડી ઉપયોગી બનશે તેવી આશા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાર્વજનિક સેવા અને સુશાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરસવા મુકામે ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, પૂર્વ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠક્કરાર, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર સહિતના વિવિધ પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને
માતૃશક્તિ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર
વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






































