ઈ. સ. ૧૯૮૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી હતી. હરિયાણા વિધાનસભાની ચૂંટણી તે પહેલાં થવાની નિશ્ચિત હતી. ૪૧૪ની તોતિંગ બહુમતી સાથે આપખુદ બની ગયેલા રાજીવ ગાંધીએ ચૂંટણી કમિશનર પેરી શાસ્ત્રીને આદેશાત્મક સ્વરે કહ્યું કે હરિયાણાની ચૂંટણી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ જાય પછી ગોઠવો, કારણકે હરિયાણામાં કાંગ્રેસની સરકાર દેવી લાલના લોક દળ સામે હારે તેવી પ્રબળ સંભાવના હતી (અને એમ થયું પણ હતું). બાફાર્સમાં રાજીવ ગાંધી અને તેમના માનીતા અભિનેતા-સાંસદ અમિતાભ બચ્ચન સામે કટકી સહિતના ગંભીર આક્ષેપો થયા હતા. રાજ્ય સ્તરે ભજનલાલ સરકાર પર સગાઓને લાભ કરાવવાના, ભ્રષ્ટાચાર, જમીન ફાળવણી, વિપક્ષી ધારાસભ્યોને ફોડી પોતાના પક્ષમાં લાવવાના તથ્યાત્મક આક્ષેપો હતા. દેવીલાલે વિપક્ષોને એકઠા કર્યા હતા.
એટલે જો હરિયાણામાં કાંગ્રેસ હારે તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એટલા મત ઘટે. પરંતુ પક્ષ કરતાં દેશને નિષ્ઠાવાન ચૂંટણી આયુક્ત પેરી શાસ્ત્રીએ રાજીવનો આદેશ માનવા ના પાડી દીધી ! તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં જ હરિયાણાની ચૂંટણી જૂન ૧૯૮૭માં યોજી ! અપેક્ષા મુજબ, હરિયાણામાં કાંગ્રેસની સરકાર ગઈ. દેવીલાલના નેતૃત્વમાં વિપક્ષોની સરકાર બની. તે પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોકે કાંગ્રેસના આર. વેંકટરમણની જીત થઈ, પણ રાજીવ ગાંધીના અહંકારને મોટી ઠેસ વાગી ગઈ. લાલબહાદુર શાસ્ત્રીની જેમ પક્ષ કરતાં દેશને વધુ નિષ્ઠાવાન આ શાસ્ત્રી પણ ગાંધી પરિવારને ખૂંચવા લાગ્યા.
૧૯૮૮માં આ લડાઈ વધુ તીવ્ર બની. ફરીદાબાદની સંસદીય પેટા ચૂંટણીમાં મોટા પાયે ગડબડની ફરિયાદો થઈ. ફરીથી રાજીવનો આદેશ ગયો કે આ ચૂંટણી નિરસ્ત કરવામાં આવે. શાસ્ત્રી અહીં પણ ન માન્યા. ચૂંટણી નિરસ્ત ન કરી. શાસ્ત્રીજીએ માત્ર જે બૂથોમાં ગડબડના આક્ષેપો હતા ત્યાં જ પુનઃમતદાન યોજ્યું.
૧૯૮૯માં લોકસભા ચૂંટણી થવાની હતી. તે પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા હાથ ધરી. રાજીવ ગાંધી ઇચ્છતા હતા કે જૂની મતદાર યાદીના આધારે જ ચૂંટણી થાય. કારણ હતું બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોના મત. આસામમાં ઈ. સ. ૧૯૭૯થી ઈ. સ. ૧૯૮૫ ઉગ્ર આંદોલન થયું હતું કારણકે બ્રહ્મપુત્રા ખીણમાં મતદારોની સંખ્યામાં મોટા પાયે વૃદ્ધિ થઈ હતી. આસામના લોકોનો આક્ષેપ હતો કે આ બધા ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓના કારણે છે. જેના પગલે રાજીવ ગાંધીને એન. સી. આર. યોજવાનું માનવું પડ્યું હતું. કાંગ્રેસ ઇચ્છતી હતી કે રાજીવે ભલે આસામ સમજૂતી આંદોલનકારીઓને મનાવવા કરી હોય, તેનો અમલ કરવાનો ન હોય. પણ શાસ્ત્રીજી અહીં દેશહિતમાં મતદાર યાદી સુધારવા મક્કમ હતા.
પહેલાં તો રાજીવ ગાંધીએ પડદા પાછળ પેરી શાસ્ત્રીને હટાવવા માટે પ્રયાસો હાથ ધર્યા. તેમાં સફળ ન રહ્યા.
૧૭ આૅક્ટોબર ૧૯૮૯એ રાજીવ ગાંધી સરકારે આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણીની તારીખો જાહેર કરવાનું કામ ચૂંટણી આયુક્તોનું છે. પણ ગાંધી પરિવાર ક્યાં કોઈને ગાંઠે? (આજે મોદી સરકારે ચૂંટણીની તારીખો જાહેર કરી હોય તો?) ચૂંટણી નવેમ્બરમાં થવાની હતી. એટલે વિપક્ષો પાસે તૈયારી માટે માત્ર એક જ મહિનો હતો. પેરી શાસ્ત્રી બરાબર ધૂંધવાયા હતા. કારણ? તેમને પૂછ્યાકાછ્યા વગર ચૂંટણીની તારીખ જાહેર કરવી, પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે સહી કરી દીધી !
નવેમ્બર ૧૯૮૯માં લોકસભાની ચૂંટણી હતી. તેના એક જ મહિના પહેલાં (ત્યારે આચારસંહિતા હતી જ નહીં) આૅક્ટોબર ૧૯૮૯માં રાજીવ ગાંધીએ, મતદારની વય ૨૧થી ૧૮ કરી હોવાથી ચૂંટણી પંચમાં વધુ આયુક્તોની આવશ્યકતા છે તેવું બહાનું આગળ કરી, ૯ આૅક્ટોબર ૧૯૮૯એ વધુ બે ચૂંટણી આયુક્તો- એસ. એસ. ધનોઆ અને વી. એસ. સાયગલની નિમણૂંક રાષ્ટ્રપતિ પાસે કરાવડાવી. કરુણાની વાત એ હતી કે આ બંનેને જાણ જ નહોતી કે તેમની નિમણૂંક થવાની છે. (આ વાત ધનોઆએ પોતાનાં સ્મરણોમાં સ્વીકારી છે.)
તે પછી કાંગ્રેસી ગોત્રના વી. પી. સિંહે બે વધારાના ચૂંટણી આયુક્તોની પ્રથા દૂર કરી દીધી. આથી વડા પ્રધાન નરસિંહરાવને પણ માથા ફરેલા ટી. એન. શેષનની આપખુદીનો સામનો કરવો પડ્યો. તેમણે પણ રાજીવ ગાંધી જેવું કરી, એમ. એસ. ગિલ અને જી. વી. જી. કૃષ્ણમૂર્તિની વધુ બે ચૂંટણી આયુક્ત તરીકે નિમણૂંક કરી દીધી. શેષને તેને ૧૯૯૫માં ન્યાયાલયમાં પડકારી પરંતુ ન્યાયાલયે નિમણૂંક માન્ય રાખી.
અત્યારે રાહુલ ગાંધી-અખિલેશ આણિ મંડળી અને અમેરિકા-આઆપના ઈશારે કાકરોચો મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમાર વિરુધ્ધ વિરોધ પ્રદર્શનના નામે અરાજકતા ફેલાવી રહ્યા છે ત્યારે ઉપર જણાવ્યો તેવો સંવૈધાનિક સંસ્થાઓના દુરુપયોગનો કાંગ્રેસનો લાંબો ઇતિહાસ છે, જેમાં સર્વોચ્ચ ન્યાયાલય, સીબીઆઈ, આરબીઆઈ સહિતનાનો સમાવેશ થાય છે, પણ આજે વાત માત્ર ચૂંટણી પંચની.ચૂંટણી કમિશનર આર. કે. ત્રિવેદી ૩૧ ડિસેમ્બર ૧૯૮૫એ
આભાર – નિહારીકા રવિયા નિવૃત્ત થયા. બે જ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી ૧૯૮૬માં તેમને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીએ ગૃહ રાજ્ય ગુજરાતના રાજ્યપાલ બનાવી દીધા હતા ! પદ્મભૂષણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો !
નવીન ચાવલા ચૂંટણી આયુક્ત બન્યા તે પહેલાં આઈએએસ અધિકારી હતા. સંજય ગાંધીની અતિ નિકટ હતા. કટોકટી સમયે અત્યાચારો માટે શાહ પંચે તેમને દોષિત ગણાવ્યા હતા. વિપક્ષોનો એવો પણ આક્ષેપ હતો કે તેમના પરિવાર દ્વારા સંચાલિત ખાનગી ટ્રસ્ટને કાંગ્રેસના સાંસદો તરફથી એમપીએલએડી ફંડ દ્વારા ફંડ મળ્યું હતું. જોકે નવીન ચાવલાએ સ્વાભાવિક જ રીતે આ આક્ષેપોને નકારી દીધા હતા.
નવીન ચાવલાને દૂર કરવા માટે તે સમયના મુખ્ય ચૂંટણી આયુક્ત એન. ગોપાલસ્વામીએ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી પૂર્વે ૯૩ પાનાંનો ભલામણ પત્ર રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. ગોપાલસ્વામીએ વિગતવાર ૧૨ એવાં ઉદાહરણ આપ્યાં હતાં જેમાં નવીન ચાવલાએ કાંગ્રેસનું હિત સધાય તેમ કાર્ય કર્યું હતું. દા. ત. ૨૦૦૭ની ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પાછળ લઈ જવી અને માહિતી લીક કરવી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે આ ભલામણ ફગાવી દીધી હતી. અને કાંગ્રેસ તેમના તરફી મનાતા નવીન ચાવલાની બાજુમાં મજબૂત રીતે ઊભી રહી. એટલું જ નહીં, એપ્રિલ ૨૦૦૯માં તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવ્યા હતા !
ગુજરાતમાં ૨૦૦૩માં ચૂંટણી થવાની હતી. ફેબ્રુઆરી ૨૦૦૨માં સાબરમતી ઍક્સ્પ્રેસમાં નિર્દોષ કારસેવકો, મહિલાઓ અને બાળકોને ષડયંત્રપૂર્વક જિહાદીઓએ સળગાવી દીધા. ગુજરાતમાં રમખાણો થયાં. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર રમખાણો રોકવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ થયો એટલે જનતાના ન્યાયાલયમાં ન્યાય માગવા મોદીએ વિધાનસભાનું ૧૯ જુલાઈ ૨૦૦૨એ વિસર્જનની ભલામણ કરી. બંધારણ મુજબ, બે સત્ર વચ્ચે છ મહિનાથી વધુ સમય ન હોઈ શકે. ગુજરાતમાં એપ્રિલ ૨૦૦૨માં છેલ્લું સત્ર મળ્યું હતું. આથી આૅક્ટોબર ૨૦૦૨માં સત્ર મળવું આવશ્યક હતું, પરંતુ તે સમયના ચૂંટણી આયુક્ત હતા – જેમ્સ માઇકલ લિંગ્દોહ. તેમણે આ ભલામણ ન માની અને ડિસેમ્બરમાં ચૂંટણી આપી. નરેન્દ્ર મોદીએ તેમની વિરુધ્ધ તેમનું આખું નામ લઈને (તેઓ ખ્રિસ્તી છે તેવો આડકતરો સંકેત) સભાઓ ગજવી. પરંતુ તે સમયે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી
(વધુ પડતા) સિદ્ધાંતવાદી ! તેમણે આનો વિરોધ કર્યા. અને મોડી ચૂંટણી આપવા માટે પણ ચૂંટણી આયુક્તને કંઈ ન કહ્યું !
ટી. એન. શેષન કડક ચૂંટણી કમિશનર તરીકે ખ્યાત છે. પરંતુ કોના સમયમાં? ગાંધી પરિવારના સમયમાં? ના. એ તો નરસિંહરાવ વડા પ્રધાન હતા અને ગાંધી પરિવારને તેમના વગર છૂટકો ન હતો. તે સમયે અધિકારીઓને માથું ઊંચકવા દેવાયા હતા. એ શેષનને કાંગ્રેસે ૧૯૯૯માં એલ. કે. અડવાણી સામે ગાંધીનગરમાં લોકસભાની ટિકિટ આપી હતી ! જોકે તેઓ ભૂંડી રીતે પરાજિત થયા હતા.
ટી. એન. શેષન પછી એમ. એસ. ગિલ ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન ચૂંટણી કમિશનર થયા હતા. ગિલ નિવૃત્ત થયા પછી કાંગ્રેસમાં જોડાયા અને યુપીએ- ૧ સરકારમાં તેમને કેન્દ્રીય પ્રધાન બનાવી દેવાયા હતા !
ઈ. સ. ૧૯૯૦માં અયોધ્યામાં કારસેવકોના રક્તથી સરયૂનું પાણી લાલ-લાલ થઈ ગયું હતું. મુલાયમસિંહ યાદવ (લોકસભાનું દ્વાર એવા ઉત્તર પ્રદેશ) અને લાલુપ્રસાદ યાદવ સામે (ઝારખંડ-બિહાર સંયુક્ત રાજ્ય હતું) લોકોમાં રોષ હતો. પૂરા દેશમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ શ્રી રામમય વાતાવરણ હતું. વી. પી. સિંહની સરકાર ગઈ અને ચંદ્રશેખરને કાંગ્રેસની કાખઘોડીના કારણે તેમની જ રાશિના ચરણસિંહની જેમ ટૂંકો સમય વડા પ્રધાન બનવાનું સુખ સાંપડ્યું. મે ૧૯૯૧માં લોકસભા અને કેટલાંક રાજ્યોની ચૂંટણી યોજાવાની હતી. પહેલું ચરણ ૨૦ મે ૧૯૯૧એ, બીજું ૨૩ મે ૧૯૯૧એ અને ત્રીજું ચરણ ૨૬ મે ૧૯૯૧એ યોજાનાર હતું. ૨૧ મેએ રાજીવ ગાંધીની હત્યા થઈ ! દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું. ચૂંટણીનો નિયમ એવું કહે છે કે જે બેઠકના અભ્યર્થીનું નિધન થયું હોય કે હત્યા થઈ હોય તે બેઠકની ચૂંટણી જ મોકૂફ રખાય છે, પરંતુ ટી. એન. શેષને (જેના વખાણ કરતા કાંગ્રેસની ઇકા સિસ્ટમ થાકતી નથી) રાષ્ટ્રપતિ અને કાર્યકારી વડા પ્રધાન ચંદ્રશેખર સાથે પરામર્શ કરીને બે ચરણોનું મતદાન એક મહિનો પાછું ઠેલી દીધું. કાંગ્રેસે આ તકનો લાભ ઉઠાવવા નિર્ણય કર્યો ! તેણે રાજીવની હત્યાના અસ્થિ પણ ઠર્યા નહોતા ત્યાં મેના અંતિમ સપ્તાહમાં તેમના અસ્થિના કળશની યાત્રા કાઢી. સામાન્યતઃ વિમાનોમાં ઉડાઉડ કરતા સોનિયા ગાંધી અને તેમનાં બાળબચ્ચાં રાહુલ-પ્રિયંકા અસ્થિ પધરાવવા નવી દિલ્લીથી પ્રયાગરાજ ખાસ બુક કરાવેલી ૧૮ ડબ્બાની ‘શોક ટ્રેન’માં બેઠાં અને રસ્તામાં ટુંડલા, ફિરોઝાબાદ અને કાનપુર જેટલાં વિરામસ્થાનો આવ્યાં ત્યાં કાંગ્રેસના કાર્યકરો ઉમટી પડતા અને ભાવુક દૃશ્યો સર્જાતાં. અલગ-અલગ રાજ્યોના કાંગ્રેસ નેતાઓને પણ અસ્થિ અપાયા કે તમારા રાજ્યની નદીઓમાં તેને પધરાવજો. આ બધું કરવા છતાં કાંગ્રેસને સાદી બહુમતી પણ ન મળી ! ૨૩૨ બેઠક જ મળી. તે સમયના
આભાર – નિહારીકા રવિયા મુખ્ય વિપક્ષ એવા ભાજપે શું કર્યું? અત્યારે રાહુલ કરે છે તેમ, ટી. એન. શેષન સામે ધરણા કર્યા? અરાજકતા ફેલાવી? ના.
૧૯૯૧માં દેશની પરિસ્થિતિ ગંભીર હતી. રાજીવની હત્યા ઉપરાંત કાશ્મીરમાં ઇસ્લામી આતંકવાદ હતો., પંજાબમાં ખાલિસ્તાન આતંકવાદ હોવાથી ત્યાં ચૂંટણી નહોતી થવાની. આસામમાં ઉલ્ફા, નાગાલેન્ડમાં નાગ, મિઝોરમમાં કૂકી અને દક્ષિણમાં એલટીટીઇપ.અને નહેરુ-ઈન્દિરાની સામ્યવાદી આર્થિક નીતિથી દેશનું સોનુ ગિરવે મૂકવું પડેલું. દેશ દેવામાં ગળાડૂબ હતો. મત બૅંક દુઃખી થશ.ે તેથી રાજીવ ગાંધી સુધીના કોઈ વડાપ્રધાને આર્થિક ઉદારીકરણ કરવાનું સાહસ કર્યું નહોતું.
આવામાં ભાજપ ધારત તો ગઠજોડ કરીને ૧૯૯૬માં જનતા દળ સેક્યુલરના દેવેગોવડા અને સામ્યવાદીઓ સાથે ગઠજોડ કરીને ભાજપને સત્તાથી બહાર રાખેલો અને ૨૦૦૪માં કાંગ્રેસે જેમ થોડી જ બેઠકો વધુ હોવા છતાં પોતાના જ પક્ષમાંથી તાજા જ છૂટા પડેલા શરદ પવારના એન. સી. પી. અને સામ્યવાદીઓ સાથે ગઠબંધન કરીને સરકાર રચેલી તેવું કરી શક્યો હોત. પરંતુ અટલ બિહારી વાજપેયી વધુ પડતા આદર્શવાદી હતા. દેશને સંકટના સમયે રાજકારણ કરતાં રાજનીતિ કરવી અગત્યની સમજી. આથી કાંગ્રેસની સરકારની નીતિઓનો જ્યાં કરવો પડ્યો ત્યાં વિરોધ કર્યો અને જ્યાં સહાય કરવી પડી ત્યાં સહાય કરી.
દા. ત. મનમોહનસિંહ આર્થિક ઉદારીકરણની નીતિ લાવ્યા. અટલજીએ સંસદમાં તેની તીખી ટીકા કરી, પરંતુ મનમોહનસિંહ રીઢા રાજકારણી નહોતા. સંવેદનશીલ હતા. તેમણે ત્યાગપત્ર આપવાનો નિર્ણય કર્યો. સંકટ ઊભું થતાં નરસિંહરાવે અટલજીને જાણ કરી. અટલજીએ મનમોહનને સમજાવ્યા કે આવું બધું તો રાજકારણમાં ચાલતું રહે. તેના કારણે ત્યાગપત્ર ન આપી દેવાય. તે સમયે જો અટલજીએ સમજાવ્યા ન હોત તો? ધર્મેન્દ્ર પ્રધાનની જેમ મનમોહનસિંહની વિકેટ પડી ગઈ હોત. ભાજપ પાસે કેટલો મજબૂત નેરેટિવ આવી ગયો હોત? શરૂઆતમાં ભાજપે તે અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં લાવે તેવો નિર્ણય કરી જાહેર કર્યું કે તે જવાબદાર વિપક્ષ તરીકે કામ કરશે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી આવી ત્યારે ભાજપે અધ્યક્ષ તરીકે કાંગ્રેસના શિવરાજ પાટીલને ટેકો આપ્યો. ઘણા ખરડાઓમાં ભાજપે વિરોધ કરીને ગૃહ ત્યાગ કર્યો પરિણામે કાંગ્રેસને જરૂરી બહુમતી માટે વાંધો ન આવ્યો. ૧૯૯૪માં પાકિસ્તાન સામે કાશ્મીર મુદ્દે ભારતનો પક્ષ રજૂ કરવાનો હતો. રાવે અટલજીનો સંપર્ક સાધ્યો. અટલજી સંયુક્ત રાષ્ટ્ર સંઘ (તે સમયે તેનું નામ યુનો હતું. આજે યુએન છે- સંયુક્ત રાષ્ટ્ર)ના માનવ અધિકાર પંચની જીનેવામાં યોજાયેલી પરિષદમાં ભાષણ આપવા તૈયાર થયા. પાકિસ્તાન પોતાને અનુકૂળ એવો ઠરાવ કરાવી શક્યું નહીં. આને કહેવાય સકારાત્મક વિપક્ષ. દેશમાં આંતરિક સુરક્ષાની કટોકટી હતી એટલે શાસક પક્ષ સામે કટોકટીના આક્ષેપો ન કર્યા. રાજીવ ગાંધીની હત્યાના કારણે બે ચરણનું મતદાન એક મહિનો મોડું ઠેલ્યું તે વાત તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહી ત્યારે બહાર આવી. તે સમયે રાજીવજીની હત્યા ન થઈ હોત તો ભાજપને બહુમતી નહીં તોય સૌથી મોટા પક્ષ બનવાનું તો નક્કી જ હતું. તે સમયે સંસદથી માત્ર એક જ કિલોમીટર દૂર આવેલા આકાશવાણી ભવનમાં રાહુલ ગાંધી આણિ મંડળી દ્વારા ગેરકાયદે ઘૂસીને ધરણા કરવા જેવા અતિ જોખમી પગલાં ભાજપે ન ભર્યાં. રાહુલ અને કેટલાક કાંગ્રેસના નેતાઓ ઓળખી શકાય તેવા હોય. પણ ભીડનો લાભ ઉઠાવીને ત્રાસવાદીઓ ઘૂસી જાય અને સંસદ પર આક્રમણ કરી દે અથવા આધિપત્ય કરી લે તો? આધિપત્ય તો હજુ પણ માનીએ કે, ન થઈ શકે, પરંતુ મોટો હત્યાકાંડ કરી દે અને રાહુલનો પોતાનો જ જીવ જોખમમાં જાય તો?











































