દેશમાં આજે બે છેડાની ચરમ રાજનીતિ ચાલી રહી છે. એક તરફ સત્તામાં શીર્ષ સ્થાને રહેવાનો લાંબા સમયનો રેકોર્ડ એક વ્યક્તિ દ્વારા બની રહ્યો છે. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે લાગલગાટ અઢી દાયકા શાસનમાં રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી સર્જી રહ્યા છે. ૭ ઓક્ટોબર ૨૦૦૧ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરુ કરીને આજે ૭ ઓક્ટોબર ૨૦૨૬ ભારતના વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મ દરમિયાન પચ્ચીસ વર્ષ પૂર્ણ થયા છે. હજુ તેમની સફર ચાલુ છે. આજે પચ્ચીસ વર્ષ પૂર્ણ થયાના અવસરે એક ભાષણમાં એમણે ભારત માટે ખુબ લાંબા ગાળાના આયોજનો અંગે ચર્ચા કરી હતી. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત, દેશમાં ઓલમ્પિકનું આયોજન, અંતરીક્ષમાં ભારતનું સ્પેસ સ્ટેશન, ચંદ્ર પર ભારતીય, મેઈડ ઇન ઇન્ડિયાના મંત્ર દ્વારા ભારતને વિશ્વનું પ્રોડક્શન હબ બનાવવાના સ્વપ્ન દ્વારા દેશને ઉંચાઇઓ પર લઇ જવાનો એમનો નિર્ધાર અવાજમાં આજે પણ એવો જ રણકી રહ્યો છે. આજે પણ એ નવો નારો આપે છે “વી વિલ ડૂ ઈટ…” આગળ કહે છે કે જયારે પણ સંકટ આવે છે એ મારા ધેર્યની પરીક્ષા કરે છે. પોતાના આશાવાદી નિર્ધારો ભારતની જનતાના પુરુષાર્થ દ્વારા ચરિતાર્થ કરવાની એમની કુનેહ દિનપ્રતિદિન નીખરી રહી છે. પોતાના રસ્તામાં આવતા કોઈપણ રાજકીય અવરોધો કે સંઘર્ષોને અવગણીને આગળ વધી જવાની એમની રાજકીય ઇચ્છાશક્તિ આજે પણ એવી જ પ્રબળ જણાઈ રહી છે. દેશદુનિયામાં કોઈએ પણ કલ્પેલા ન હોય એવા નિર્ણયો લઈને અને એ નિર્ણયોને સફળતા પૂર્વક પાર પાડીને દુનિયાને ચોંકાવી દેવાની એમનો સ્વભાવ આજે પણ કાયમ છે. સામાન્ય રાજકારણી જ્યાં વિચારવાનું બંધ કરી દે છે ત્યાંથી એમનો વિચાર શરુ થાય છે એવું રાજકીય ગલીયારામાં ફિલ્મી ઢબે ચર્ચાય પણ છે. કદાચ વિશ્વના કોઈ સમકાલિન નેતાએ પોતાના દેશ માટે ૨૦ વર્ષ આગળનું સ્વપ્ન જોઈએ તેના પર કામ કરવાનું શરુ કર્યું હોય એવું નથી બની રહ્યું.
બીજા ચરમની રાજનીતિ વિપક્ષના છેડે છે. સતત ત્રીજી ટર્મ સુધી સત્તાથી બહાર રહેલો વિપક્ષ સરકાર વિરુધ્ધ મુદ્દાઓ ઉઠાવવામાં સદંતર નિષ્ફળ જઈ રહ્યો છે. દેશનો લોકતાંત્રિક ઢાંચો ભયમાં છે એવું અલોકતાંત્રિક ઢબે કહેવાઈ રહ્યું છે. એકબાજુ લોકતંત્ર ખતરામાં હોવાનો નારો બુલંદ કરીને બીજીબાજુ તુરંત એવું પણ કહેવાય છે કે હવે બધા ફેસલા સંસદમાં નહિ સડક પર થશે. આટલો ચરમ સ્તરનો વાણી વર્તન વિરોધાભાસ ભારતીય રાજનીતિએ ક્યારેય નથી જોયો. જ્યાં જ્યાં તેઓ ચૂંટાય જાય છે ત્યાં ચૂંટણી પ્રક્રિયા સબંધી કોઈ ફરિયાદ નથી હોતી, જેવી ચૂંટણીમાં હાર થાય છે કે તુરંત બધું ખરાબ અને અલોક્ તાન્ત્રિક થઇ જાય છે. ઈલેક્શન કમિશનને પાર્લામેન્ટ એનેક્સીમાં મળવા હુકમ કરવો આ બાબતનું ઘોતક છે કે તમે લોકતાન્ત્રિક મૂલ્યોમાં કેટલો વિશ્વાસ રાખો છો. નહેરુ પણ સંવૈધાનિક સંસ્થાઓને આવો હુકમ ન કરતા. શિરસ્તો એ રહ્યો છે કે જે કોઈએ પણ સંવૈધાનિક સંસ્થાઓને મળવાનું હોય એ નેતા કે પક્ષ એ સંસ્થાના દરવાજે જાય છે. જે મુદ્દાઓ ખરેખર સરકાર સામે અસરકારક રીતે ઉઠાવી શકાય તેમ છે, એ મુદ્દાઓ છોડીને જે મુદ્દાઓ સપાટી પર સાબિત નથી થઇ રહ્યા, જે મુદ્દાઓ પ્રજા વચ્ચે આમ સ્વીકૃતિ નથી પામી રહ્યા, એવા મુદ્દાઓ લઈને સરકારને ઘેરવાનો નિષ્ફળ પ્રયાસ વિપક્ષ કરી રહ્યો છે. નિષ્ફળ એટલા માટે કે આ બાર વર્ષ દરમિયાન કેન્દ્ર અને પ્રાદેશિક બંને સ્તરે વિપક્ષની સત્તા સતત સંકોચાઈ રહી છે. પ્રજાની નાડ પારખવામાં વિપક્ષ અને ખાસ કરીને રાહુલ ગાંધી જોજનો દૂર છે. બંને નેતાઓની સત્તાનું જાહેરજીવન લગભગ લગભગ સાથે શરુ થયું હતું. સત્તાનું એટલા માટે કે સત્તાના જાહેરજીવન પહેલા નરેન્દ્ર મોદી પાસે પાંત્રીસ વર્ષનું સંગઠનનું જાહેર જીવન હતું. નરેન્દ્ર મોદી સુત્રધાર તરીકે અઢી દાયકામાં એક પણ ચૂંટણી હાર્યા નથી. ચાર મુખ્યમંત્રી તરીકે અને ત્રણ મુખ્યપ્રધાન તરીકેની ચૂંટણીઓમાં ભવ્ય જીત હાંસલ કરેલ છે. રાહુલ ગાંધીના ખાતે આવો કોઈ સફળતાનો રેકોર્ડ આ સમય દરમિયાન નજરે નથી પડતો, ઉલટાનો નિષ્ફળતાની ગણતરીઓ થઇ રહી છે, જે સો ચૂંટણીઓ હારવા સુધી પહોચવા આવ્યો છે એવું રાજકીય ગણતરીઓ રાખતા વિશ્લેષકો કહી રહ્યા છે. પક્ષમાંથી અનુભવી અને નવલોહિયા નેતાઓ કોરાણે થઇ ગયા છે. જેમનામાં મુદ્દાઓ ઉઠાવીને ગૃહ અને સરકારને ધ્રુજાવી નાખવાની તાકાત છે એવા નેતાઓ ઘેર બેસીને રાહુલ ગાંધીના ફ્લોપ શોને સાક્ષીભાવે જોઈ રહ્યા છે. રાહુલ ગાંધી સ્ટેન્ડઅપ કોમેડીયનોને લઈને સ્ટેજ પર સ્તરહીન ભાષા પ્રયોગ અને વર્તણૂક દ્વારા ખાડો ઊંડો ખોદી રહ્યા છે. એકસો ચાલીસ વર્ષ જુના પક્ષના લગભગ સો લોકસભાના સદસ્યો સાથેના નેતા રાહુલ ગાંધીએ કાલે ઉભા થયેલા કોન્ક્રોચ પાર્ટી જેવા ઈન્ટરનેટના સંગઠન સાથે હરીફાઈમાં ઉતરવું પડે એ દયનીય સ્થિતિમાં પક્ષને પહોચાડી દીધો છે. વિદેશમાંથી એક છોકરડો દિલ્હી આવીને સરકારને ઝુકાવીને કેન્દ્રીય મંત્રીનું રાજીનામું પડાવી જાય છે અને
આભાર – નિહારીકા રવિયા ભારતના નમાલા વિપક્ષો હાથ ઘસતા રહી જાય છે. મોડે મોડે જાગીને સડક પર ઉતરે છે, પણ ત્યાં સુધી કારવાં ગુજરી જાય છે. વિપક્ષોના સરકાર સામેના વિરોધમાં બધું છે, પણ એક માત્ર પરિબળ ગેરહાજર છે એ છે…. જનતા.
નરેન્દ્ર મોદી પોતાનું બાર વર્ષનું રીપોર્ટ કાર્ડ લઈને દેશની સમક્ષ આવે છે. અને રીપોર્ટ કાર્ડથી પણ આગળના સપનાઓની ચર્ચા કરે છે. વિપક્ષ દેશને સતત નિરાશ કરી રહ્યો છે. લીડરશીપના ખ્યાલને ભૂલીને મુખીયાગીરીમાં અટવાઈ ગયો છે.
ક્વિક નોટ – સંજય ગાંધી ડમડમ એરપોર્ટ પર ઉતર્યા અને એમણે રીસીવ કરવા સિદ્ધાર્થ રાયને જોયા નહિ. સંજય ગાંધીનો પરિવારવાદ છટપટી ઉઠ્યો… “શું સિધ્ધાર્થ રાયને ખબર નથી કે હું જવાહરલાલ નહેરુની દીકરીનો દીકરો છું ?” સિદ્ધાર્થ રાયે જવાબ મોકલાવ્યો કે “શું તમને ખબર નથી કે હું પણ ભારતની એક મહાન વિભૂતિની દીકરીનો દીકરો છું ?” સિધ્ધાર્થર્ રાયના નાનાનું નામ હતું – દેશબંધુ ચિતરંજનદાસ
pિર્ઙ્ઘેર્ષ્ઠૈંહજ્રૈહકૈહૈદ્બpરટ્ઠદ્બિટ્ઠષ્ઠરીદ્બ.ર્ષ્ઠદ્બ
આભાર – નિહારીકા રવિયા











































