ધોરાજીના કુંભારવાડા સ્થિત કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીને સમગ્ર રાજકોટ જિલ્લામાં ખેડૂતલક્ષી યોજનાઓ, ધિરાણ અને ખાતર વિતરણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યો છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સાધારણ સભામાં પ્રમુખ જે.ડી. બાલધા અને મંત્રી રાહુલભાઈ ગોહિલને બેંકના ડિરેક્ટરો તેમજ જનરલ મેનેજર વી.એમ. સખીયા હસ્તે મોટરસાયકલની ચાવી સુપ્રત કરાઈ હતી.







































