ઉના શહેરના વિકાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. ઉના શહેર અને તાલુકાના વિકાસ માટે સતત કટિબધ્ધ હોવાનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું હતું.
વોર્ડ નં. ૫ના ભીમપરા વિસ્તારમાં રેલવે ફાટકથી પાલેશ્વર મંદિર સુધી રૂ. ૧ કરોડ ૩૧ લાખના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં. ૪ની તુલસીધામ સોસાયટીમાં રૂ. ૯૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા સુંદર બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બંને વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન ભોળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોથી સ્થાનિક રહેવાસીઓને સુવિધા મળવાની સાથે શહેરના વિકાસને પણ વેગ મળશે.






































