ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરના કંસારી બાયપાસ નજીક મચ્છુંદ્રી નદીના પુલ પર મોડી રાત્રે આશરે ૩ વાગ્યે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જાણ થતાં પીએસઆઈ એચ.પી. સરવૈયા સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
મૃતક પાસે કોઈ ઓળખપત્ર ન હોવાથી પોલીસે સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કર્યા હતા, જેના આધારે સવારે ૯ઃ૩૦ વાગ્યે
મૃતકની ઓળખ ઉનાના જિલુભાઈ ડાયાભાઈ પરમાર તરીકે થઈ હતી. પરિવારજનો હોસ્પિટલ દોડી આવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ, અકસ્માત સર્જનાર ટ્રકચાલક સવારે સામેથી પોલીસ મથકે હાજર થતાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.



































