વિજપડી અને ખડસલી સી.આર.સી.ના સંયુક્ત ઉપક્રમે તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હાડીડા પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં પાંચ વિભાગોમાં વિવિધ શાળાનાં બાળકોએ ભાગ લીધો હતો. દાધિયા પ્રાથમિક શાળાનાં બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી કૃતિઓમાં બે વિભાગમાં પ્રથમ અને એક વિભાગમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. આ સફળતા બદલ આચાર્ય મહેશભાઈ શેલાર અને એસએમસી અધ્યક્ષ કનુભાઈ ખુમાણે શિક્ષકો તથા બાળકોને અભિનંદન પાઠવી તાલુકા કક્ષાએ સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.









































