અમરેલીના રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળા ખાતે વિપશ્યના ધ્યાનના પ્રથમ સોપાન ‘આનાપાન’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટિકાથી ધોરણ-૮ સુધીના તેમજ સરકારી માધ્યમિક શાળાના ધોરણ-૯ના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રસપૂર્વક અને ગંભીરતાથી ધ્યાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. દ્વારકાધીશભાઈ લલડિયા અને રુદ્રેશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને આનાપાન ધ્યાન કરાવ્યું હતું અને તેની ઉપયોગીતા અંગે સમજ આપી હતી. શાળા પરિવાર પણ આ પ્રવૃત્તિમાં જોડાયો હતો. બીજા સેશનમાં જાણીતા બાળ નિષ્ણાત નીતિનભાઈ ત્રિવેદી પણ જોડાયા હતા. આ અંગે શાળાના આચાર્ય દિનેશભાઈ વ્યાસે અખબારી યાદીમાં માહિતી આપી હતી.







































