ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સાવરકુંડલા ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે નિઃશુલ્ક મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું છે. તા.૮ અને ૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી મહાત્મા ગાંધી ધર્મશાળા, રેલવે સ્ટેશન સામે કેમ્પ યોજાશે. નિષ્ણાત તબીબો દ્વારા વડીલોની શારીરિક તકલીફોનું મૂલ્યાંકન કરી જરૂરિયાત મુજબ સહાયક સાધનો માટે માહિતી આપવામાં આવશે. લાભ લેવા આધાર કાર્ડની નકલ, માસિક આવક રૂ.૩,૦૦૦ સુધીની હોવાનો આવકનો દાખલો અને અન્ય ઓળખપત્ર લાવવાનું રહેશે. નોંધણી કર્યા બાદ જ તપાસ કરવામાં આવશે. સમાજ સુરક્ષા કચેરી અમરેલી, જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓના સહયોગથી કેમ્પ યોજાશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વડીલોને કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.






































