રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એચ.બી. સંઘવી મહિલા કોલેજમાં ‘સાહિત્ય કુંજ’ની પાંચમી બેઠક યોજાઈ હતી. ‘નારી સ્વયંસિધ્ધ, સ્વયં રક્ષિકા’ વિષય પર યોજાયેલી સાહિત્યસભામાં નારીશક્તિ અને ગુજરાતી સાહિત્યની વાત કરવામાં આવી હતી. નાટ્યકૃતિઓ રજૂ કરાઈ હતી અને મહિલા સર્જકોને યાદ કરી ઇલાબેન આરબને શબ્દ શ્રધ્ધાંજલિ અપાઈ હતી. મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.




































