કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજના BCA વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ પ્રિયાંશુ અશ્વિનભાઈ ગજેરા અને કરણ મુન્નાભાઈ ગમારા તેમજ તેમના મિત્ર ધ્રુમિલ અશ્વિનભાઈ ધાનાણી દ્વારા “DG it Point” નામની IT કંપનીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા વેબ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ, કસ્ટમ સોફ્‌ટવેર, AI, ઓટોમેશન, ડિજિટલ પ્રોડક્ટ્‌સ, ક્લાઉડ અને API સોલ્યુશન્સ જેવી સેવાઓ અપાશે. ત્રણેય યુવાનો અમરેલીથી અમદાવાદ અને દેશ-વિદેશ સુધી ઓળખ બનાવવાનો સંકલ્પ ધરાવે છે. સાથે જ દીકરીઓને API, કોડિંગ અને ડિજિટલ ક્ષેત્રે તકો આપવાનો પ્રયાસ પણ કરાશે.કોલેજના પ્રોફેસરો તથા સમગ્ર પરિવાર દ્વારા યુવાનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.