રાજુલા પોલીસ દ્વારા ગુમ થયેલી મિલકત શોધી કાઢવાની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત બે મોબાઇલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. ભાવનગર રેન્જ આઇ.જી. આઇ.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચના મુજબ ચાલતી કામગીરીમાં રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાની આગેવાની હેઠળ પોલીસે CEIR પોર્ટલની મદદ લીધી હતી. જેમાં રાજુલા ટાઉનમાંથી ગુમ થયેલ રીબડીયા મૌલિકભાઇનો રૂ. ૨૯ હજારનો વિવો મોબાઇલ તેમજ વાવેરા ગામે દર્શન કરવા જતા ગુમ થયેલ દુષ્યંતભાઇ ભટ્ટનો રૂ. ૨૧ હજારનો વિવો મોબાઇલ શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૫૦ હજારની કિંમતના બંને મોબાઇલ મૂળ માલિકોને પરત આપી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ સાર્થક કર્યો હતો.