અમરેલી જિલ્લામાં ૪ મહિલા સહિત ૧૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો. પોલીસ દ્વારા કુલ ૭૦ લિટર દેશી દારૂ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા-ફરતા મળી આવ્યા હતા. જ્યારે ખાંભાના ઓઢાબાપુના સમઢિયાળા ગામે બસ સ્ટેન્ડ પાસેથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક ચપટો ઝડપાયો હતો.



































