શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળીથી લઈ દેવ દિવાળી સુધીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અંબાજી મંદિરે ઉમટી પડી હતી. જાકે દિવાળીથી શરૂ થયેલી ૧૫ દિવસ સુધી એટલે કે આજે દેવ દિવાળી સુધીમાં શક્તિપીઠ અંબાજી ખાતે ૧૫ દિવસમાં ૧૫ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે પહોંચ્યા હતા અને મા અંબેના દર્શન કર્યા હતા મોટી સંખ્યામાં પહોંચેલા ભક્તોએ મા અંબાના મંદિરના ભંડારમાં છુટા હાથે દાનનો ભંડાર ભર્યો હતો.
દિવાળીના તહેવાર દરમિયાન અંબાજી મંદિરે લાખો શ્રદ્ધાળુંઓએ દર્શન કર્યા હતા, જેનાથી અંબાજી મંદિરના દાનમાં વધારો થયો છે. આજે દેવ દિવાળીએ મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલી તેની ગણતરી હાથ ધરાતા સવા કરોડ ઉપરાંતની છૂટા હાથે કરેલા દાનની રકમની ગણતરીનો આંકડો સામે આવ્યો છે. સૌ પ્રથમ જે ડોનેસન કાઉન્ટર ઉપર દાન નોંધવામાં આવ્યો હતો, તે ૧૨ લાખ ઉપરાંતને આવક દર્શાવવામાં આવી હતી. જ્યારે ૩૦૦ ગ્રામ ઉપરાંત સોનું નોંધાવ્યું હતું.
આ મામલે વહીવટદાર કૌશિક મોદીએ મીડિયા કર્મીઓ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ૧૫ દિવસમાં ૧૫ લાખ ઉપરાંત શ્રદ્ધાળુ માં અંબાના દર્શન કર્યા છે અને જ્યારે ભંડાર જે ખોલવામાં આવ્યો છે તેમાં સવા કરોડ ઉપર આવક થવા પામે છે, હજી બે દિવસ બાદ ફરી ભંડાર ખોલવામાં આવશે, જે જાતા આ ૧૫ દિવસમાં મંદિર ટ્રસ્ટને છૂટા હાથે દાનની રકમ જે ભંડારમાં નાખવામાં આવ્યું છે તેનો આંકડો ૨ કરોડ પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, અંબાજી ખાતે ઉમટી પડેલા મોટી સંખ્યામાં યાત્રાળુ અને લઇ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજે જે રીતે દિવાળીનો વેકેશન કહી શકાય એ વેકેશન પણ આવતીકાલે પૂર્ણ થતું હોવાથી આવતીકાલે વેકેશન પૂર્ણ થતા હવે શાળાઓ ખુલતા આજે વાલીઓ અને બાળકો હવે શૈક્ષણિક ક્ષેત્રની પણ તૈયારી હાથ ધરશે વહીવટદાર કૌશિક મોદીએ અંતે ઉમેર્યું હતું.