રાખનાં રમકડાં
પછી કોઈ અનોખા આનંદ સાથે રસોડાનું બાકી રહી ગયેલ કામ તેણે ઝડપથી પૂરું કર્યું. બધું કામ પૂર્ણ થઈ જતાં તે હવે તેના બેડરૂમ તરફ જવા ઉતાવળે ચાલી. રૂમમાં દાખલ થઈ તેણે જોયું તો દામલની આંખો બંધ હતી. તે ઊંઘી ગયો હતો.
દામલ તો સાચે જ ઊંઘી ગયો હતો. એટલે તો શાંતુને સાવ નિરાંત થઈ હતી. હવે ધામે રહીને તે દામલની બાજુમાં લાંબી થઈ ગઈ. ઘણીવાર સુધી તે આંખો પટપટાવીને એમ જ અનેક વિચારોમાં ફસાતી રહી.
શાંતુને મનમાં મનમાં થતું હતું કે મહેશ નામના તરવરિયા યુવાન સાથે આવા અનેતિક કે આડા સંબંધો બાંધ્યા એ સાચું કે ખોટું ? ત્યારે તેનું દુઃખી મન તેને જ કહેતું કે: આડા સંબંધો હંમેશાં સીધા માણસના જ કર્મમાં લખાયેલા હોય છે. આડા સંબંધો હોય એમાં શું ? જો ઘરનો મર્દ સાચું સુખ આપવા અસમર્થ હોય તો આડા સંબંધોની આડમાં સાચું સુખ પ્રાપ્ત કરવું એ પાપ ન ગણાય.
છાનો છાનો દંભ શાંતુ અને મહેશ કરતાં હતાં. આમ જોઈએ તો ધૂંવાંસ એવા મહેશને સંધ્યાને પરણિત એવા શાંતુ ભાભી સાથે ઈશ્ક જ થઈ ગયો હતો ને શાંતુને તો પ્રથમદ્રષ્ટિ આ ધૂંવાંરો છોકરો આખેઆખો ખાઈ જવાનું મન થયેલું. બંને વચ્ચે પ્રેમ, પ્રણય અને સેક્સના બગીચા ઉગી નીકળ્યા હતા. જિંદગીમાં પરણ્યા પછી આ મહેશ નામના છોકરા દ્વારા જ શીતુને પ્રથમવાર પોતાના શરીરમાં ચરમસીમાની પરમ પ્રાપ્તિ મળેલી હતી. આ કેમ ભૂલી શકાય…?
બીજું, હવે શાંતુને ખ્યાલ આવી ગયો હતો કે, પોતાના શરીરમાં અંદરથી કંઈક અલગ પ્રકારનો ફેરફાર થવા માંડ્યો છે. વળી બીજા પણ અનેક સંકેતો મળતાં રહેતાં હતા. આ બધા ફેરફાર શા માટે થઈ રહ્યા હોય ? તે પણ તેની જાણ બહાર ન હતું. અને આ બધું થવાનું કારણ પણ દામજી એવો મહેશ જ હતો. એ છોકરાએ તો રંગ જ રાખ્યો હતો. તેને કેમ કરીને ભૂલી શકાય…? પરંતુ હવે શાંતુને એક જ વાતની ચિંતા એ હતી કે, દામલને શાલી વાત કરવી કેમ ?
જ્યારે પણ દામલને જાણ થશે ત્યારે તે મારા વિશે કેવું કેવું વિચારશે ?-શાંતુ વિચારતી હતીઃ અત્યાર સુધી દામલના મુફલીસ શરીર થકી જે સુખ પોતાને મળવું જોઈએ તે તો શાંતુએ અનુભવ્યું ન હતું. અને આ માટે દામલ જ જવાબદાર હતો. વળી આ બાબતની જાણ દામલને પણ હતી જ હતી. તો પછી હવે શાંતુની આટલા વર્ષો પછી આવી સ્થિતિ થતાં, દામલને આવી જાણ થતાં હવે પછીના દામલની પ્રતિક્રિયા કેવી હશે…?! હા, દામલ પોતે જ જાણતો હતો કે, તે ક્યારેય પણ શાંતુને બાળક આપી શકશે નહીં. તો પછી હવે શાંતુના પેટમાં આ બાળક…
આમ શાંતુ આવા અનેક વિચારોમાં અટવાતી રહી. તેના લીધે જ તેને મોડે મોડે માંડ ઊંઘ આવી. એ ધૂણ ઊંઘી ને મીઠી ઊંઘમાં સપનાં પણ ચાલુ થયાં. બરાબર આ સમયે દામલને પણ મીઠી ઊંઘમાં સાવ અલગ જ પ્રકારનું સપનું આવી રહ્યું હતું. સપનામાં… એટલે કે અવાસ્તવિક ભૂમિમાં તે તેની પોતાની જાતને જોઈ રહ્યો હતોઃ
સુંદર મજાના રમણીય એવા સ્થળે એક સામાન્ય એવા મંદિરના મેદાનમાં દામલ થઈ પડ્યો. ધીમે ધીમે મંદિરનાં પગથિયાં તે ચડી રહ્યો હતો. એક એક પગથિયું તે માંડ માંડ ચડતો હતો. શ્વાસ વધતો હતો. તેના પગમાં અસહ્ય થાક વરતાતો હતો. પગથિયાં પૂર્ણ થતાં જ તેને રામભક્ત હનુમાનજી મહારાજનાં દર્શન થયાં. આને ભાગ્ય કહેવાય, બે હાથ જોડી, મસ્તક નમાવી તે પગે લાગ્યો. પગે લાગતાં લાગતાં ગળગળા બનીને તેણે હૃદયથી પ્રાર્થના કરીઃ હૈ દાદા…! બસ હવે તમે મને તમારી ચરણોમાં સ્થાન આપો. લાંબુ જીવવાની ઘણી ઈચ્છા છે પણ સારી રીતે જીવી શકાતું નથી. ક્યારે મરવાની ઈચ્છા પ્રબળ થઈ આવે છે પણ મરી શકાતું નથી. કારણ કે વગર મોતે મરવું એ મહાપાપ છે. બસ…, હવે તો તમે જે મને તમારાં ચરણોમાં સ્થાન આપો…
હૈ પ્રભુ…! જીવીને આ સંસારી જીવન ખૂબ જ ખરાબ છે. હું ખૂબ ખૂબ કંટાળી ગયો છું. આ સમાજમાં હવે વિશ્વાસ જેવો શબ્દ જ નથી રહ્યો. કોના પર વિશ્વાસ રાખવો ? ક્ષણિક સુખ માટે બધા પુરુષો અને સમગ્ર સ્ત્રીજાત… જાત જાતનાં પ્રપંચો કહ્યા કરે છે. એટલું જ નહીં પરંતુ ખોટા સોગંદ ખાઈને જ ખોટું બોલે છે. તો પછી આવા સમાજમાં રહેવાનો ફાયદો શું ? હેં ભગવાન…, મારી ઈચ્છા તો માત્ર એટલી જ છે કે, તમે મને તમારાં ચરણોમાં આશરો આપજો. મારું હવે પછીનું શેષ જીવન તમારાં ચરણોમાં પૂરું થાય તેવી આ દામલની હૃદયપૂર્વક પ્રાર્થના છે. નાથ…! તમે મારા પર
કૃપા કરજો, કૃપા કરજો… (ક્રમશઃ)






































