કર્ણાટકના એક ખેડૂતે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને વિનંતી કરી કે તેઓ અપરિણીત પુરુષો, ખાસ કરીને ખેડૂતોને કન્યા શોધવામાં મદદ કરવા માટે એક યોજના બનાવે. પિરિયાપટનામાં ‘પ્રજા સેવા’ કાર્યક્રમમાં બોલતા, ખેડૂતે કહ્યું કે ૩૫ થી ૪૦ વર્ષની વયના ઘણા પુરુષો હજુ પણ અપરિણીત છે અને નિરાશાથી આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઘર અને જમીન હોવા છતાં, ખેડૂતો લગ્ન કરી શકતા નથી. માતા-પિતા પોતાની દીકરીઓને ખેડૂત પરિવારોને આપવામાં ખચકાટ અનુભવે છે. તેમણે કહ્યું કે આ સમગ્ર રાજ્યમાં એક સમસ્યા છે.ખેડૂતે કહ્યું, “૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના ઘણા પુરુષો હજુ પણ અપરિણીત છે. ગરીબ પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. તેઓ જીવનથી નિરાશ છે. તેમને લગ્ન કરવા માટે †ીઓની જરૂર છે.” તેમણે મુખ્યમંત્રીને અપીલ કરતા કહ્યું, “સાહેબ, કૃપા કરીને. ગરીબ પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. કૃપા કરીને, કંઈક કરવું જાઈએ.”
તેમણે કહ્યું કે આ મુદ્દો રાજ્યભરમાં એક મોટી સમસ્યા બની ગયો છે અને મુખ્યમંત્રી શિવકુમારને તેના ઉકેલ માટે યોજના બનાવવા વિનંતી કરી. તેમણે કહ્યું, “તેઓએ ઘણા પૈસા ખર્ચ્યા છે. તેઓએ ઘરો બનાવ્યા છે અને જમીન ખરીદી છે, પરંતુ કોઈ તેમની દીકરીઓને તેમની સાથે પરણાવવા તૈયાર નથી.” તેમણે ઉમેર્યું, “જા કોઈ વ્યવસ્થા કરી શકાય, તો લાખો યુવાનોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. હું તમને નમ્ર વિનંતી કરું છું કે કૃપા કરીને તેમના માટે કંઈક કરો.”ખેડૂતે એમ પણ કહ્યું કે માતાપિતા તેમની દીકરીઓના લગ્ન ખેડૂત પરિવારોમાં કરાવવા તૈયાર નથી. તેમણે પૂછ્યું, “જા દીકરીઓ એવા ખેડૂતોને ન આપવામાં આવે જે પાક ઉગાડે છે અને બધા માટે ખોરાક પૂરો પાડે છે, તો શું કરી શકાય?” તેમણે વધુમાં કહ્યું કે આ મુદ્દો ફક્ત તેમની વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ સમગ્ર કર્ણાટકના લોકો માટે સમસ્યા છે. આ સાંભળીને મુખ્યમંત્રી હસ્યા.