અમરેલી જિલ્લામાં ૪ જગ્યાએથી ૧૦ લીટર દેશી દારૂ પકડાયો હતો. જેમાં જાફરાબાદમાંથી ૧ લીટર, બલાણા ગામેથી ૨ લીટર, રાજુલામાંથી ૩ લીટર તથા જાફરાબાદ મિઠીવાવ પાસેથી ૪ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ સ્થળેથી ૭ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીને રખડતા-ફરતા ઝડપાયા હતા. જ્યારે અમરેલીમાંથી એક યુવક કેફી પીણું પીને વાહન ચલાવતાં પકડાયો હતો.