ધારી નગરપાલિકા દ્વારા જી.એન. દામાણી હાઈસ્કૂલ ખાતે લોકલ ફોર વોકલ સ્વદેશી મેળાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારી શહેર અને તાલુકાના સ્થાનિક કારીગરો પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે નિઃશુલ્ક સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકોએ સ્ટોલ રાખ્યા છે. બાળકો માટે વિવિધ રમતગમતના સાધનો પણ ગોઠવવામાં આવ્યા છે. નવરાત્રીના પાવન દિવસોમાં મેળાની સાથે સુંદર નવરાત્રી મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી, પ્રમુખ જયદીપભાઈ બસીયા, ઉપપ્રમુખ પરેશભાઈ પટણી, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ જયદીપભાઈ બસીયાએ લોકોને સ્થાનિક વેપારીઓની હસ્તકલા અને કારીગરીથી બનેલી વસ્તુઓની ખરીદી કરી સહકાર આપવા અપીલ કરી હતી.










































