લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે તા. ૧૦-૧૦-૨૦૨૬ની રાત્રે ૭૦ વર્ષીય વૃદ્ધા અંબામાં પર થયેલા જીવલેણ હુમલાના બનાવમાં આરોપી જયંતિ ઝાલાવાડિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ લીલીયા પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ,
વૃધ્ધા ઘરે હતા ત્યારે આરોપીએ છરી વડે હુમલો કરી પેટના ભાગે ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ માટે વૃધ્ધાએ છરી પકડી લેતા હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને ૨૩ ટાંકા લેવા પડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પીઆઈ એમ.ડી. સાળુંકે, પીએસઆઈ વાય.એમ. જાડેજા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.









































