ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે વીજ કરંટ લાગતાં બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, ખેતરમાં આવેલી પાણીની કુંડી સાફ કરવા માટે લાંબો સળિયો નાખવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સળિયો ઉપરથી પસાર થતી વીજલાઇનને અડી જતાં ત્રણેય લોકોને જોરદાર કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક કઠલાલની ખાનગી હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કઠલાલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી
મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્‌યું છે.