દેવેલાના ઊભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઈયળના સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવા ભલામણ કરવામાં આવી છે. ખેડૂતોને ઈયળના ઈંડા અને નાની ઈયળોને પાન સાથે વીણી નાશ કરવા જણાવાયું છે. જીવાતને આકર્ષવા રાત્રે પ્રકાશ પિંજર ગોઠવવા તેમજ વાવણી બાદ પ્રતિ હેક્ટરે ૮થી ૧૦ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેની લ્યુર દર ૧૫થી ૨૦ દિવસે બદલવી જોઈએ.ઘોડિયા ઈયળની હાજરી જણાય તો ટ્રાઈકોગ્રામા છોડવા અને બીટી પાવડરનો છંટકાવ કરવો. ઉપદ્રવ વધે તો ભલામણ કરેલી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. પાન ખાનાર અને ડોડવા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે પણ યોગ્ય દવાનો છંટકાવ કરવો. ખેડૂતોને દવાના લેબલ મુજબ જ ઉપયોગ કરવા અને વધુ માર્ગદર્શન માટે સ્થાનિક ખેતી અધિકારીઓનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.