ધારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્નીએ એકબીજા સામે મારપીટ અને જાનથી મારી નાખવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.પ્રથમ ફરિયાદમાં હીનાબેન આકાશભાઈ સાગઠિયાએ પતિ આકાશ સાગઠિયા, ચંદાબેન સાગઠિયા, ગોવિંદભાઈ મકવાણા તથા કોમલબેન ગોવિંદભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ, તેમના પિતા અને ભાઈ ઘરે હાજર હતા ત્યારે આરોપી આકાશ તેમના ઘરની બહાર આવીને કહેવા લાગ્યો હતો કે, “મારાં ઘરેણાં પાછા આપો.” આથી તેમના પિતાએ ઠપકો આપતાં તેને સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ઉપરાંત, લોખંડના પાઈપ અને લાકડી વડે તેમના ભાઈને જમણા પગમાં તથા વાંસામાં એક-એક ઘા માર્યો હતો. અન્ય આરોપીઓએ તેમની માતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામ આરોપીઓએ એકસંપ થઈ તેમના પિતાની અલ્ટો ગાડીના કાચ તોડીને આશરે રૂ. ૧૦,૦૦૦નું નુકસાન કર્યું હતું.
સામે પક્ષે, આકાશભાઈ હિંમતભાઈ સાગઠિયાએ પત્ની હીનાબેન આકાશ સાગઠિયા, શૈલેષભાઈ ભરતભાઈ દાફડા તથા ભરતભાઈ દાફડા સામે સામી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે પોતાની પત્નીને ફોન કરીને ઘરેણાં આપવા બાબતે કહેતાં ભરતભાઈને સારું નહોતું લાગ્યું અને તેમણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી. બાદમાં ત્રણેય જણાએ એકસંપ થઈ કુહાડી, લાકડી તથા ઈંટ વડે
આભાર – નિહારીકા રવિયા મૂંઢ ઈજાઓ પહોંચાડી તેમની માલવાહક ગાડીનો કાચ તોડીને રૂ. ૫,૦૦૦નું નુકસાન કર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જોરૂવાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.