સાવરકુંડલા તાલુકા કક્ષાના કલામહાકુંભમાં બ્રાન્ચ શાળા નંબર-૮ના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય અને રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી બેવડી સફળતા મેળવી હતી. આ સિદ્ધિ બદલ શિક્ષકો જીગર પરમાર, શીતલબેન સુતરીયા અને રિયાજભાઈ શેખને અભિનંદન પાઠવાયા હતા. આચાર્ય વિશ્રુતાબેન જાની સહિત શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.