ઉના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ દ્વારા તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૬ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. વિવિધ કલાત્મક ક્ષેત્રોમાં ભાગ લેનાર કલાકારોની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.








































