ધોરાજી ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે લેઉવા પટેલ સમાજ ખાતે યોજાઈ રહેલા યમુના મહારાણી નવ વિલાસના તૃતીય દિવસે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. યમુના મહારાણીની આરતી સાથે ભવ્ય રાસ ગરબા રમ્યા હતા. આ પ્રસંગે કેશોદ સ્થિત હવેલીથી ૧૦૫ મુરલીધર બાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થાના પી.સી. ગુંદણીયા, પલ્લવીબેન પટેલ, પ્રમોદભાઈ રાખોલીયા, પ્રવિણભાઈ સહિતના કાર્યકરો દ્વારા ભક્તિમય રાસોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.










































