ફ્રેન્કફર્ટ-દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઇ-૨૦૩૦)ને બુધવાર સવારે અચાનક રાજસ્થાનના જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કટોકટીની પરિસ્થિતિમાં ઉતારવામાં આવ્યું. આ પગલું વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા અને હવામાં કેટલી મિનિટ હાઇએલર્ટ જાહેર કર્યા બાદ સુરક્ષા કારણોસર ઉઠાવવામાં આવ્યું. બોઇંગ ૭૮૭-૯ ડ્રીમલાઇનર વિમાનમાં સવાર બધા જ ૨૫૦ મુસાફરો સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે આ વિમાન દ્વારા મોકલવામાં આવેલો ‘સ્ક્વોક ૭૫૦૦’નો મેસેજ અમદાવાદ છ્ઝ્ર ટાવરને મળ્યો હતો.
રિપોર્ટ અનુસાર, વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રની નજીક પહોંચ્યું ત્યારે તેમાં બોમ્બની ધમકી મળી હતી. આ ગંભીર ધમકી દરમિયાન પાઇલટે અજાણતા અથવા સુરક્ષા કારણોસર, ટ્રાન્સપોન્ડર પર “સ્ક્વોક ૭૫૦૦” કોડ સક્રિય કર્યો. ઉડ્ડયન ક્ષેત્રમાં આ કોડનો ઉપયોગ પાઇલટ્સ દ્વારા ત્યારે કરવામાં આવે છે જ્યારે વિમાનનું હાઇજેક કરવામાં આવે છે અથવા ગેરકાયદેસર રીતે કબજા કરવામાં આવે છે. જાકે ચેતવણી ફક્ત થોડીક સેકન્ડ સુધી ચાલી હતી, અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને સિગ્નલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ એલર્ટ પર મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાયલટ Âસ્મત મચ્છરે પણ આ જ પ્રકારનો મેસેજ મોકલીને પ્લેન હાઇજેક થતાં બચાવ્યું હતું.
આ મેસેજ મળતા જ વિમાનને જયપુર તરફ લઇ જવામાં આવ્યું અને સવારે ૯ઃ૪૫ વાગ્યે તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનને તાત્કાલીક એરપોર્ટના એક આઇસોલેશન બે માં લઇ જવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓએ વિમાનને ચારે તરફથી ઘેરી લીધું અને બધા યાત્રીઓ અને તેમના સામાનની તપાસ શરુ કરવામાં આવી હતી.આ દરમિયાન મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ)માં વધતા તણાવ અન સુરક્ષા ચિંતાઓને કારણે ભારતીય એરલાઇન્સે સાઉદી અરબ માટે પોતાની ફ્લાઇટ્સ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી રદ કરી દીધી છે. યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરબના રિયાદ એરપોર્ટ પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એર ઇÂન્ડયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો અને આકાસા એરએ રિયાદ, દમ્મામ અને જેદ્દાહ જનારી પોતાની બધી ફ્લાટ્સ રદ કરી દીધી છે. અસરગ્રસ્ત યાત્રીઓને કોઇ વધુ ફી કે ટિકિટ રિશિડ્યુલ કરવા કે પૂરુ રિફંડ લેવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.










































