ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામમાં મોડી રાત્રે ત્રણ સિંહો આવી ચડતાં લોકોમાં ચકચાર મચી હતી. સિંહોએ એક ગોવંશનું મારણ કર્યું હતું. સિંહો કોડીનાર-અમરેલી હાઈવે સુધી પહોંચતા રખડતા પશુઓમાં નાસભાગ મચી હતી. રાહદારીઓએ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. સિંહોની વધતી અવરજવરથી ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે.