દિલ્હીમાં ૧૦ ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં યોજાનારા પ્રદર્શન પહેલાં ગુજરાતમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસની વિવિધ ટીમો દ્વારા રાજકીય કાર્યકરો, નાગરિક અધિકાર ચળવળકર્તાઓ, સામાજિક કાર્યકરો અને અન્ય નાગરિકોને ડિટેઇન કરવા, પોલીસ સ્ટેશનમાં લઇ જઇ પૂછપરછ કરવા તેમજ કેટલાક લોકોને ઘરની બહાર જ રોકી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીનો હેતુ દિલ્હી ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જતાં લોકોને અટકાવવાનો આક્ષેપ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જાકે, અલગ-અલગ વ્યÂક્તઓ સામે થયેલી કાર્યવાહી અંગે પોલીસનું સત્તાવાર અને વિસ્તૃત નિવેદન સામે આવવાનું બાકી છે.
અમદાવાદ શહેરમાંથી નાટ્યકર્મી જીજ્ઞા વ્યાસ, નાગરિક અધિકાર ચળવળકર્તા દેવ દેસાઈ, ચૂનીભાઈ વૈદ્યની ટોળી સાથે સંકળાયેલા સ્નેહ ભાવસાર, ધીરૂ દેસાઈ અને દલિત કર્મશીલ સુબોધ કુમુદને પોલીસે ડિટેઇન કર્યા હોવાની માહિતી સામે આવી છે. જીજ્ઞા વ્યાસ નાટ્યકર્મી સૌમ્ય જાશીનાં પત્ની છે. આ ઉપરાંત, કેટલાક કાર્યકરોના ઘરની બહાર પોલીસનો પહેરો બેસાડવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કાર્યકરોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા તેમની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે અને દિલ્હી ખાતેના પ્રદર્શનમાં ભાગ લેવા જવાની સંભાવના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે રાજકીય અને નાગરિક અધિકાર ક્ષેત્રે સક્રિય લોકોમાં પોલીસની કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસના નેતા અને કાર્યકર સુબોધ કુમુદે આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ગુરુવારે સાંજે આશરે ૫ઃ૩૦ વાગ્યે ગોમતીપુર વિસ્તારમાંથી અÂશ્વન વાઘેલાને લઈ ગયા હતા. તેમને શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જ પોલીસ સ્ટેશનમાં રખિયાલના રહેવાસી ધર્મેશ વાઘેલાને પણ રાત્રે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે ડિટેઇન કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જીહ્લૈં ગુજરાતના રાજ્ય સચિવ અને વડવાસા ગ્રામ પંચાયતના સરપંચ સત્યેશ લેવુવાને તેમના ઘરે નજરકેદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાઓને લઈને કાર્યકરોનો દાવો છે કે દિલ્હી ખાતેના વિરોધ પ્રદર્શનમાં કોણ ભાગ લેવા જઈ રહ્યું છે, તેની માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સીજેપી અમદાવાદના કન્વીનર જય ઠક્કરે પણ જણાવ્યું હતું કે, ભરૂચ અને સુરતમાં પક્ષ સાથે સંકળાયેલા લોકો સામે પણ પોલીસ દ્વારા પૂછપરછ અને અટકાયત જેવી કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આક્ષેપો અનુસાર, પોલીસ દ્વારા માત્ર જાણીતા રાજકીય કે સામાજિક કાર્યકરો જ નહીં, પરંતુ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની સંભાવના ધરાવતા અન્ય નાગરિકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોને તેમના વ્યવસાય, રાજકીય પ્રવૃત્તિઓ અને દિલ્હી જવાની યોજના અંગે સવાલો પૂછવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેતા કાર્યકરોમાં દિલ્હી જવાની તૈયારી અને પોલીસની સંભવિત કાર્યવાહી અંગે ચિંતા જાવા મળી રહી છે.
અમદાવાદના એક નાગરિકે નામ જાહેર ન કરવાની શરતે આક્ષેપ કર્યો હતો કે, ક્રાઇમ બ્રાન્ચના હોવાનું જણાતા પોલીસ કર્મચારીઓ તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેના રૂમમેટની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ફોન કરીને તેના વ્યવસાય તથા અન્ય વિગતો અંગે માહિતી માગવામાં આવી હતી. આ ઘટનાને લઈને નાગરિકોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દિલ્હી ખાતેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જવાની શક્્યતા ધરાવતા લોકોની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જાકે, આ ચોક્કસ ઘટનામાં પોલીસ અધિકારીઓની ઓળખ અને કાર્યવાહી પાછળનું કારણ સ્વતંત્ર રીતે સ્પષ્ટ થયું નથી.અન્ય એક કિસ્સામાં એક યુવકને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવકને દિલ્હીની રેલીમાં ભાગ લેવા ન જવા માટે સમજાવવામાં આવ્યો હતો. યુવકે પોતે દિલ્હી જવાની કોઈ યોજના ન હોવાનું જણાવ્યું હોવા છતાં તેને પોલીસની દેખરેખ હેઠળ રહેવા માટેની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી હોવાનો અને પ્રદર્શનમાં ભાગ નહીં લેવાની લેખિત બાંયધરી આપવા માટે કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ પ્રકારની કાર્યવાહી અંગે કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જા કોઈ વ્યક્તિ સામે કાયદો અને વ્યવસ્થાને લગતી ચોક્કસ સમસ્યા ન હોય, તો માત્ર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની સંભાવનાના આધારે તેની અવરજવર પર નિયંત્રણ મૂકવું કેટલું યોગ્ય છે.