ધોરાજીમાં અન્ય રિક્ષાચાલકોના માનસિક ત્રાસથી હમિદભાઈ અજીજભાઈ ખલીફાએ ભાદર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પુત્ર આફતાબ ખલીફાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ છેલ્લા ચાર મહિનાથી પાંચ વ્યક્તિઓ ધમકી આપતા, ગાળો બોલતા અને ગેલેક્સી ચોકમાંથી પેસેન્જર નહીં ભરવા દબાણ કરતા હતા. મૃતકે આત્મહત્યા પૂર્વે વીડિયો બનાવી સુસાઇડ નોટ લખી પાંચ વ્યક્તિઓને જવાબદાર ગણાવ્યા હતા. ધોરાજી પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































