સાવરકુંડલામાં રિસામણે રહેલી એક પરિણીતાને તેનો પતિ સમાધાન કરીને ઘરે તેડી લાવ્યા
બાદ ફરીથી ત્રાસ આપવા લાગતાં પરિણીતાએ કંટાળીને ફિનાઈલ પી લીધું હતું.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, શહેનાજબેન અબ્દુલભાઈ મુસાણી (ઉં.વ.૨૮)ને તેમના પતિ માર મારતા હોવાથી તેઓ પિયરમાં રિસામણે બેઠા હતા. ત્યારબાદ પતિ સમાધાન કરીને તેમને ઘરે તેડી આવ્યો હતો, પરંતુ ઘરે લાવ્યા બાદ ફરીવાર તેમને માનસિક અને શારીરિક દુઃખ-ત્રાસ આપવા લાગ્યો હતો.
જેનાથી કંટાળીને શહેનાજબેને પોતાના ઘરે જાતે ફિનાઈલ પી લીધું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. જે. રાઠોડ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.