અમરેલીની પ્રતિભાશાળી સ્કેટિંગ ખેલાડી રાજવી ધડૂકએ ખેલ મહાકુંભ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સફળતા મેળવી છે. અન્ડર-૧૭ બહેનોની કેટેગરીમાં ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર રીંક રેસમાં પ્રથમ સ્થાન મેળવી અમરેલીનું ગૌરવ વધાર્યું છે. મહેનત અને રમત પ્રત્યેના સમર્પણથી રાજવીએ આ સિદ્ધિ મેળવી છે. આગામી સમયમાં તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ પણ તે રાજ્ય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે. સતત બીજા વર્ષે સફળતા મેળવતા પરિવારજનો, રમતપ્રેમીઓ, કોચ સુભમભાઈ અને વિવેકભાઈએ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી છે.