ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લાની કુસ્તી, બાસ્કેટબોલ અને હેન્ડબોલ સ્પર્ધાની તારીખોમાં આકસ્મિક કારણોસર ફેરફાર કરાયો છે. સુધારેલા કાર્યક્રમ મુજબ કુસ્તી સ્પર્ધા ૧૬ ઓક્ટોબરે સવારે ૮ વાગ્યે સાવરકુંડલા સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. બાસ્કેટબોલ સ્પર્ધા ૨૧ ઓક્ટોબરે લાલાવદર સ્પોટ્ર્સ સંકુલ ખાતે યોજાશે. હેન્ડબોલમાં ભાઈઓની સ્પર્ધા ૧૯ ઓક્ટોબરે અને બહેનોની સ્પર્ધા ૨૦ ઓક્ટોબરે સવારે ૭ઃ૩૦ વાગ્યે વિદ્યાસભા સ્કૂલ, અમરેલી ખાતે યોજાશે. સંબંધિત અધિકારીઓ, આચાર્યો, મંડળો અને રમતવીરોએ નોંધ લેવા જણાવાયું છે.









































