અમરેલી ખાતે મોટા બસ સ્ટેન્ડ ચોક વેપારી એસોસિએશન દ્વારા તા. ૧૦-૧૦-૨૦૨૬, શનિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વેપાર મંડળના ચતુરભાઈ અકબરી, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ ભટ્ટ, બાબુભાઈ કાબરીયા, ઔદ્યોગિક વસાહત મંડળના કનુભાઈ ગોજારીયા, અશોકભાઈ જાવીયા તથા નગરપાલિકાના સભ્યો નીખિલભાઈ આશર, હરપાલભાઈ ધાધલ, નિરાલીબેન જાની અને રીનાબેન બાબરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મોટા બસ સ્ટેન્ડ ચોક વેપારી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ભુવાએ સ્વાગત પ્રવચન કરીને તમામ મહેમાનોને આવકાર્યા હતા. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વેપારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં નવી બનનારી ઔદ્યોગિક વસાહતમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવા ઉદ્યોગોની સ્થાપના દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. લાઠી રોડ પર ઓવરબ્રિજ, જૂની ગઢની રાંગનું આધુનિકરણ કરીને પુનઃસ્થાપન તેમજ નાગનાથ મંદિર, કામનાથ મંદિર, બી.એ.પી.એસ. મંદિર અને ગાંધીબાગને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી હતી. વેપારીઓને કોઈપણ પ્રશ્ન કે જરૂરિયાત હોય ત્યારે તેમની સાથે રહી મદદ કરવાની પણ ખાતરી આપી હતી. સાંસદ ભરતભાઈ સુતરીયાએ અમરેલીને આયાત-નિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. વેપારીઓને કોઈપણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય ત્યારે સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વેપારીઓના પ્રશ્નો અને શહેરના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનના ઉપપ્રમુખ શૈલેષભાઈ ચૌહાણે છેલ્લા ત્રણ વર્ષનો હિસાબ રજૂ કરી આભારવિધિ કરી હતી. કારોબારી સભ્ય વિજયભાઈ બુધેલીયા, પંકજભાઈ મસરાણી,મૂકેશભાઈ કુંજડીયા, જયદેવભાઈ કોઠીવાલ, અજયભાઈ ઘાઘલ,કીશનભાઈ ઘરાજીયા,જયેદ્ભભાઈ શિગાળા, ધર્મેશભાઈ ભંડેરી,ગોપાલભાઈ ટાંક, રિઘેશભાઈ નાકરાણી, પ્રશાંતભાઈ નગદીયા,ભરતભાઈ સાવલીયા, આશિષભાઈ સોજીત્રા, ગોપાલભાઈ ઝીંઝુવાડીયા, પ્રફુલભાઈ ચોવટીયા, કમલેશભાઈ મહેતા, સુરેશભાઈ ભાલાળા, નિખીલભાઈ આશર,સુરેશભાઈ આદ્રેજા, કેતનભાઈ ટાંક,કેવલભાઈ સોજીત્રા,વિનુભાઈ ભાડ આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ બઘા વેપારીઓ નજીક અને ભાઈચારો વઘે તેવો હતો તેમ ગોપાલ ઝીંઝુવાડીયા અખબારી યાદીમાં જણાવેલ છે.









































