સાવરકુંડલા શહેરમાં શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા ખાતે આંબરડી ગામના ગૌપ્રેમી રમેશભાઈ ગીરધરભાઈ માલાણી દ્વારા ગૌમાતાઓ માટે ૨૧૦ મણ સીંગનો પાલો દાનમાં આપવામાં આવ્યો હતો. અંદાજે રૂ. ૫૦ હજારની કિંમતનો આ પાલો ગૌમાતાઓના આહાર માટે ઉપયોગી બનશે. આ ઉમદા સહયોગ બદલ ટ્રસ્ટ તથા ગૌશાળા પરિવાર દ્વારા રમેશભાઈ માલાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગૌશાળામાં હાલમાં લીલા અને સૂકા સીંગના પાલા તેમજ જુવારની કડબની જરૂરિયાત હોવાથી ધર્મપ્રેમી અને ગૌપ્રેમી લોકોને શક્ય તેટલો ઘાસચારો સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ હતી.




































