અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહિલા મોરચા દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતીના કથિત પ્રયાસના આક્ષેપોને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાજપની મહિલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેએનયુના પ્રોફેસર વિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થીનીઓની છેડતીના પ્રયાસના ગંભીર આક્ષેપો થયાનો દાવો કરી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકર્તાઓએ મહિલાઓની સુરક્ષા અને સન્માનના મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી.








































