ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન ૧ અને ૨ ઓગષ્ટે કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ૯થી ૧૬ વર્ષ, ૧૭થી ૩૫ વર્ષ, ૩૬ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ ય્જીરૂમ્ના કોચ અને ટ્રેનરો ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્પર્ધકોને ઝોન અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. તમામ સ્પર્ધકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે, જ્યારે વિજેતાઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે. યોગ કોઓર્ડિનેટર સાગર મહેતાએ વધુમાં વધુ યોગપ્રેમીઓને જોડાવા અનુરોધ કર્યો છે. નોંધણીની છેલ્લી તારીખ ૨૭ જુલાઈ છે.





































