બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે બગસરા નગરપાલિકાના પ્રમુખ નીરવ ગોંડલીયા સહિતનાઓ હાજર રહ્યા હતા. કલા મહાકુંભનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોને પોતાની સર્જનાત્મકતા તથા સાંસ્કૃતિક કૌશલ્ય રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાનો હતો. સ્પર્ધામાં વિવિધ કલાઓ સાથે જોડાયેલા પ્રતિભાગીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. કાર્યક્રમનું આયોજન હાઈસ્કૂલના આચાર્ય વી.કે.જેઠવા અને ‘ટીમ મેઘાણી’ દ્વારા કરવામાં આવ્યું હતું. કલા મહાકુંભથી યુવા કલાકારોને પ્રોત્સાહન મળ્યું હતું.