અરુણાચલ પ્રદેશ ટીમની પ્રથમ રણજી ટ્રોફી મેચ જાખમમાં હોય તેવું લાગે છે. આ મેચ ૧૧ ઓક્ટોબરથી શરૂ થવાની છે, પરંતુ મેચ પહેલા જ રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં આંતરિક લડાઈ ફાટી નીકળી છે. બોર્ડ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડાને કારણે, હજુ સુધી ટીમની પસંદગી કરવામાં આવી નથી. પરિણામે, આ પહેલી મેચમાં ટીમ મેદાનમાં ઉતરી શકશે કે નહીં તે અંગે ઘણી અનિશ્ચિતતા છે.સુત્રો અનુસાર, રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં આંતરિક વિવાદ છે, અને ગુવાહાટી હાઈકોર્ટની ઇટાનગર બેન્ચમાં સંબંધિત કેસ પેÂન્ડંગ છે. આ આંતરિક ઝઘડાને કારણે બોર્ડમાં કોઈ પણ ખેલાડીની પસંદગી અંગે નિર્ણય લેવા સક્ષમ નથી. આના કારણે ટીમની તૈયારીઓ અને રણજી ટ્રોફી મેચોમાં ભાગીદારી અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે.
આ આંતરિક ઝઘડાની અસરો પહેલાથી જ સ્પષ્ટ થઈ ગઈ છે જ્યારે અરુણાચલ પ્રદેશ ભુવનેશ્વરમાં સિક્કિમ સામેની અંડર-૧૯ વિનુ માંકડ ટ્રોફી મેચમાં તેની ટીમ મોકલી શક્્યું ન હતું. હવે, આ વર્ષની ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલા ટોચના ખેલાડીઓ માટે પણ આવી જ સમસ્યા ઊભી થઈ છે. હાલમાં, ખેલાડીઓ હજુ પણ જાણતા નથી કે તેઓ નાગાલેન્ડ સામેની પહેલી રણજી ટ્રોફી મેચ માટે અમદાવાદ જઈ શકશે કે નહીં.આ સમગ્ર વિવાદ સપ્ટેમ્બરમાં યોજાયેલી અરુણાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીઓ પછી શરૂ થયો હતો. આ ચૂંટણીઓમાં નબામ વિવેક પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, પરંતુ ત્યારબાદ અનેક જિલ્લા સંગઠનોએ ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળા અને અનિયમિતતાનો આરોપ લગાવતા હાઇકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે હવે તેની સુનાવણી પૂર્ણ કરી છે અને પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.જ્યાં સુધી આ વિવાદ પર નિર્ણય ન આવે ત્યાં સુધી, ક્રિકેટ એસોસિએશન ટીમની પસંદગી કરી શકશે નહીં. આ કાનૂની બાબતને કારણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અરુણાચલ પ્રદેશ માટે અલગ સ્વતંત્ર પસંદગી સમિતિની રચના કરવામાં પણ અસમર્થ છે. જા કે, મ્ઝ્રઝ્રૈં એ અગાઉ બિહારના કિસ્સામાં આવી સમિતિની રચના કરીને મદદ કરી હતી. તે નવી પસંદગી સમિતિએ બિહાર ટીમની પસંદગી કરી.









































