ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી ૨૦ શ્રેણીની બીજી મેચ રાંચીના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં, ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા પાસે ઇતિહાસ રચવાની તક છે. તે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી ૨૦ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવવાની ખૂબ નજીક છે. અભિષેકને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેના ૨૦૦૦ રન પૂરા કરવા માટે ફક્ત ૫૩ રનની જરૂર છે. જા તે આ મેચમાં ૫૩ રન બનાવે છે, તો તે સૂર્યકુમાર યાદવનો એક મોટો વિશ્વ રેકોર્ડ તોડી નાખશે.
સૂર્યકુમાર યાદવ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૦૦૦ રન બનાવવા માટે સૌથી ઓછા બોલમાં લેવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે. તેણે ફક્ત ૧૧૬૪ બોલમાં આ સિદ્ધિ મેળવીને ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ (૧૨૮૩ બોલ) ને પાછળ છોડી દીધો. હવે, અભિષેક શર્મા આ રેકોર્ડ તોડવાની અણી પર છે. અભિષેકે અત્યાર સુધી ૯૯૭ બોલમાં ૧૯૪૭ રન બનાવ્યા છે અને ૨૦૦૦ રન બનાવવા માટે તેને ફક્ત ૫૩ રનની જરૂર છે. જા તે આગામી ૧૬૭ બોલમાં આ ૫૩ રન બનાવે છે, તો તે સૂર્યકુમારના રેકોર્ડની બરાબરી કરશે. જાકે, સૂર્યાનો વિશ્વ રેકોર્ડ તોડવા અને ઇતિહાસ રચવા માટે, અભિષેકે આગામી ૧૬૬ બોલમાં આ ૫૩ રન બનાવવા પડશે.
અભિષેક શર્મા તેની આક્રમક બેટિંગ અને વિસ્ફોટક શૈલી માટે જાણીતો છે. ટી ૨૦માં તેનો સ્ટ્રાઇક રેટ ૧૯૫.૨૯ છે, અને તેણે માત્ર ૯૯૭ બોલમાં ૧૯૪૭ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૧૩૫ છગ્ગા ફટકાર્યા છે. તાજેતરમાં, તેણે અફઘાનિસ્તાન સામે માત્ર ૩૦ બોલમાં સદી ફટકારી હતી, જે ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી ટી ૨૦ સદી છે. તેથી, ૫૩ રન બનાવવા એ તેના માટે કોઈ મોટી વાત નથી. હવે જાવાનું બાકી છે કે તે આજે આ રેકોર્ડ તોડી શકે છે કે નહીં.આ ટી ૨૦ શ્રેણીની પ્રથમ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઇÂન્ડયાએ મેચ ૮ વિકેટથી જીતી અને શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી. તે મેચમાં, ભારતીય ટીમે શ્રેયસ ઐયરની સદીને કારણે ૧૭૨ રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો. ઐયરે તે મેચમાં ૪૩ બોલમાં અણનમ ૧૦૨ રન બનાવ્યા. અભિષેકે પ્રથમ ટી ૨૦માં ૧૦ બોલમાં ૨૧ રન બનાવ્યા.










































