હાલ બાબરામાં રહેતી પરિણીતાએ વલ્લભીપુરના વેળાવદરમાં રહેતા પતિ-સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. તસ્લીમબેન મહેબુબખાં ભોજવાણી (ઉં.વ.૨૩)એ વલ્લભીપુરના વેળાવદરમાં રહેતા પતિ સોહીલખાન સિકંદરખાન બ્લોચ તથા સાસુ બાનુબેન સિકંદરખાન બ્લોચ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ લગ્ન પછી તેઓ પોતાના સાસરિયામાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નના બે મહિના પછી સાસુ અને પતિ નાની નાની બાબતોમાં દુઃખ-ત્રાસ આપતા હતા. સાસુ પોતાના પુત્ર (પતિ)ને તેમની વિરુધ્ધ ચડામણી કરતા હતા તથા અવારનવાર ગાળો આપી મારપીટ કરતા હતા. સાસુએ ગાળો આપી હતી તેમજ પતિએ ઢીંકાપાટુનો માર મારી અવારનવાર શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.