પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય મેળવતા તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક e-KYC ફરજિયાત પૂર્ણ કરવાનું રહેશે.e-KYC બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશનથી કરી શકાશે. ગામના વિલેજ નોડલ ઓફિસર મારફતે PM-KISAN એપથી, નજીકના CSC અથવા ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિકથી તથા ખેડૂત પોતે મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી e-KYC કરી શકશે. સમયસર e-KYC પૂર્ણ નહીં કરનાર લાભાર્થીને આગામી હપ્તાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. ખેડૂતોને સમયસર e-KYC પૂર્ણ કરી લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે તલાટી,TDO અથવા મામલતદારનો સંપર્ક કરવા જણાવાયું છે.

































