અમરેલી જિલ્લામાં માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા માટે રૂ. ૩.૫૦ કરોડથી વધુના ખર્ચે ચાડીયા-મેડી રોડના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજે ૭ કિલોમીટર લાંબા આ માર્ગના નવીનીકરણથી ખેડૂતો અને ગ્રામજનોની અવરજવર વધુ સુગમ બનશે. ખેતપેદાશોના પરિવહનમાં પણ સરળતા મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સહિતની પાયાની સુવિધાઓના વિકાસથી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્ય આશિષભાઈ દેવમુરારી, ચાડીયા અને મેડીના સરપંચો, મનસુખભાઈ ગાંગડિયા, મધુભાઈ હરખાણી, હરેશભાઈ ખુમાણ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































