સાવરકુંડલા તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી માધ્યમિક શાળા, આંબરડીના વિદ્યાર્થીઓએ બે આકર્ષક કૃતિઓ રજૂ કરી હતી. વિજ્ઞાન શિક્ષક અક્ષયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ‘એક્વા શીલ્ડ હાઇડ્રો હોમ’ મોડેલ દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં ઘરને સુરક્ષિત રાખવાનો વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરાયો હતો. જ્યારે ‘મેથ મંથન ધોળકિયાઝ પાર્ક’માં રમતગમત સાથે ગણિતની સંકલ્પનાઓ સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. આ કૃતિઓમાં જુલીબેન ચોડવડિયા, શિવાંગીબેન કુતાણા, મંથન ધોળકિયા અને વ્રજ અણઘણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આચાર્ય એમ.ડી. માલવિયા અને મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ માલાણીએ શિક્ષક તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની સર્જનાત્મકતાને બિરદાવી હતી.










































