બગસરામાં ૨૦ મહિલા મંડળીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા વિવિધ ઉત્પાદનોના વેચાણ માટે ‘ગ્રામ હાટ’ શરૂ કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયત દ્વારા એનઆરએમ યોજના હેઠળ આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી એસ.ટી.ના ડી.સી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી વાલેરા અને ડેપો મેનેજર ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ મહિલા મંડળીઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય તક પૂરી પાડવા સાથે મહિલાઓને રોજગારી અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે.








































